જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે ગૌરવી દિવસ અને મમતા સેશનની ઉજવણી કરાશે
ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.) જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે સમગ્ર જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી સહિતના સ્થળઓએ ગૌરવી દિવસ અને મમતા સેશનની ઉજવણી કરવામાં આવશે. જિલ્લાના વિવિધ વિસ્તારમાં
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે ગૌરવી દિવસ અને મમતા સેશનની ઉજવણી કરાશે


ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.)

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે સમગ્ર જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી સહિતના સ્થળઓએ ગૌરવી દિવસ અને મમતા સેશનની ઉજવણી કરવામાં આવશે.

જિલ્લાના વિવિધ વિસ્તારમાં બપોરે ૩ થી ૫ કલાકના સમયગાળા દરમિયાન આશાબહેનો દ્વારા મમતા તરુણ/તરૂણી દિવસે ૧૦ વર્ષથી ૧૯ વર્ષની વયજૂથના તરુણ/તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે.

ગૌરવી દિવસ અંતર્ગત માનસિક આરોગ્ય બાબતે સજાગતા, વ્યસન નાબુદી, માસિક સ્ત્રાવ બાબતે માર્ગદર્શન, ન્યૂટ્રીશ્યિન કાઉન્સેલિંગ સહિત બીનચેપી રોગો અંગે જાગૃતિ, કોઈપણ પ્રકારની હિંસા વિશે સમજણ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande