વેરાવળ , 16 જુલાઈ (હિ.સ.) વેરાવળ સમસ્ત ખારવા સમાજના બે યુવાનો પગપાળા વેરાવળ સોમનાથ થી કેદારનાથ દર્શનાર્થે ગયા હતા તેને વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ફુલ હાર અને મોઢું મીઠુ કરી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વેરાવળ ખારવા સમાજના બનને યુવાનો પિયુષભાઈ ફોફંડી અને ચિરાગ ચોરવાડી પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી કેદારનાથ મહાદેવના દર્શન કરવા પદયાત્રાએ નીક્ળા હતા અને સતતબે મહિના સુધી ૨૨૦૦ કિલોમીટર સતત ચાલીને પિયુષભાઈ અને ચિરાગભાઈ કેદારનાથ પહોંચ્યો હતા. ત્યાં તેણે કેદારનાથ મહાદેવના દર્શન કરી ભાવવિભોર થયો હતા...
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ