જૂનાગઢ જિલ્લામાં સાયકલ, બેટરી સંચાલિત વાહનો, તમામ પ્રકારના વાહનોના વેચાણ માટેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે
જૂનાગઢ, 16 જુલાઈ (હિ.સ.) ભૂતકાળમાં જાહેર જનતાની અવર જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા જાહેર સ્થળોએ સાયકલ, બેટરી સંચાલિત સ્કુટર કે અન્ય કોઇપણ પ્રકારના વાહનોમાં બૉમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ જેવા ભયાનક કૃત્યો આચરવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ
જૂનાગઢ જિલ્લામાં સાયકલ, બેટરી સંચાલિત વાહનો, તમામ પ્રકારના વાહનોના વેચાણ માટેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે


જૂનાગઢ, 16 જુલાઈ (હિ.સ.) ભૂતકાળમાં જાહેર જનતાની અવર જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા જાહેર સ્થળોએ સાયકલ, બેટરી સંચાલિત સ્કુટર કે અન્ય કોઇપણ પ્રકારના વાહનોમાં બૉમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ જેવા ભયાનક કૃત્યો આચરવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટનાની શક્યતાને નકારી શકાય નહીં. તેથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.પટેલ, જૂનાગઢ જિલ્લા દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સલામતી સુરક્ષા જાળવવાના હેતુથી સાયકલ, બેટરી સંચાલિત સ્કુટર, ઇલેક્ટ્રિક ટુ વિહ્લર, થ્રી વિહ્લર, ફોર વિહ્લર વેચવાની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટસ દ્વારા વાહનોના વેંચાણ સમયે ખરીદી કરનારને અવશ્ય રીતે બિલ આપવું અને તેની એક નકલ પોતાની પાસે રાખી મુકવી.

ગ્રાહકનું ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટણી ઓળખકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર, શક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર, સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈપણ ખાતાના રાજ્ય પત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક માન્ય પુરાવો ઓળખ માટે વેપારીઓએ મેળવવાનો રહેશે.

આ ઉપરાંત બિલમાં ખરીદનારનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર લખવાનો રહેશે. તેમજ વાહનના ફ્રેમ નંબર કે ચેસીસ નંબર પણ સાથે લખવાના રહેશે. આ જાહેરનામું આગામી તારીખ ૦૯/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેના ઉલ્લંઘન કે ભંગ કરવા બદલ જે તે વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande