ભુજ - કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) ડીપી વર્લ્ડ, દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) અને નેવોમોએ રેલ-આધારિત કાર્ગો અને માલસામાનની સ્વ-સંચાલિત અવરજવર માટે નેવોમોની મેગ્રેલની ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાયલોટ પ્રોજેક્ટના વિકાસ અને અમલીકરણમાં સહયોગ માટે સંભવિત તકો શોધવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
સ્માર્ટ એન્ડ-ટુ-એન્ડ સપ્લાય ચેઇન
સ્માર્ટ એન્ડ-ટુ-એન્ડ સપ્લાય ચેઇન સોલ્યુશન્સમાં વૈશ્વિક કક્ષાએ અગ્રેસર ડીપી વર્લ્ડ, ભારતમાં કાર્ગોની પ્રક્રિયામાં પરિવર્તન કરવાના હેતુથી માલસામાનની અવરજવરની અદ્યતન તકનીક રજૂ કરવાના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે. ભારત સરકાર હેઠળનું એક મુખ્ય મલ્ટી-કાર્ગો પોર્ટ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલામાં તેના ટર્મિનલ પર આ ટેકનોલોજીના સંશોધનને સરળ બનાવી રહ્યું છે જેથી આ ભવિષ્યવાદી માલ પરિવહન પ્રણાલીની શક્યતાનું મૂલ્યાંકન કરી શકાય.
દેશના લોજિસ્ટિક્સ માળખાને આધુનિક બનાવશે
આ પહેલ ઝડપી, વધુ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ પોર્ટ - અંતરિયાળ વિસ્તારોની વચ્ચે જોડાણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતની રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને દેશના લોજિસ્ટિક્સ માળખાને આધુનિક બનાવવા અને એકીકૃત કરવાના ઉદ્દેશ્ય સાથે PM ગતિ શક્તિ એજન્ડા સાથે જોડાયેલી છે.
કંડલામાં મહાનુભાવો દ્વારા કરાયા હસ્તાક્ષર
આ MoU પર દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) ના ચેરમેન સુશીલ કુમાર સિંહ, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, ભારત ઉપખંડ, DP વર્લ્ડના CEO અને મેનેજિંગ ડિરેક્ટર રિઝવાન સુમર અને પ્રઝેમેક (બેન) પેઝેકના CEO નેવોમો ગ્રુપ દ્વારા કંડલામાં અન્ય વરિષ્ઠ મહાનુભાવો સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સ્વ-સંચાલિત માલવાહકની અવરજવરને દર્શાવશે
આ MoU દીનદયાળ પોર્ટ પર મેગરેલ ટેકનોલોજીના 750-મીટર પાયલોટ પ્રોજેક્ટ માટે માળખું પ્રસ્થાપિત કરે છે. ભારતમાં આ પ્રકારની પહેલી પહેલ પોર્ટના જીવંત વાતાવરણમાં સ્વ-સંચાલિત માલવાહકની અવરજવરને દર્શાવશે. તેનો ઉદ્દેશ્ય મેગરેલ-આધારિત ઉકેલો વિકસાવવા અને અમલમાં મૂકવાનો છે. જે હાલના રેલ ટ્રેક સાથે સમાંતર મોટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્વાયત્ત, ઇલેક્ટ્રિક-સંચાલિત વેગનને સક્ષમ બનાવે છે, કન્ટેનરાઇઝ્ડ અને બલ્ક કાર્ગો માટે ક્ષમતા, કાર્યક્ષમતા અને ગતિમાં વધારો કરે છે જ્યારે ખર્ચ અને CO2 નું ઉત્સર્જન ઘટાડે છે, લોજિસ્ટિક્સ સિસ્ટમ્સને હરિયાળી, ઝડપી અને વધુ આંતર-સંચાલિત બનાવે છે.
વધતી જતી કાર્ગોની માંગને ભરપાઈ કરવાની કાર્યક્ષમતામાં વધારો
આ પ્રસંગે જણાવતા દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) ના ચેરમેન શ સુશીલકુમાર સિંહે જણાવ્યું હતું કે, આ જોડાણ પોર્ટના માળખામાં થઇ રહેલું વ્યૂહાત્મક આધુનિકરણ છે, વધતી જતી કાર્ગોની માંગને ભરપાઈ કરવા માટેની કાર્યક્ષમતામાં વધારો કરે છે. વિશ્વસનીય ભાગીદાર તરીકે, DP વર્લ્ડ, આ પહેલને સક્ષમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે ભારતના લોજિસ્ટિક્સ માળખાને મજબૂત બનાવવા અને અવિરત વેપાર સુવિધાઓને સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.
ટર્મિનલ્સને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ
ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુલતાન અહેમદ બિન સુલયમે જણાવ્યું હતું કે, “ડીપી વર્લ્ડ ખાતે, અમે સપ્લાય ચેઇન દ્વારા કાર્ગો કેવી રીતે ફરે છે તે ફરીથી વ્યાખ્યાયિત કરતી નવી તકનીકો અપનાવીને અમારા ટર્મિનલ્સને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. મેગરેલ જેવા પાયલોટ સોલ્યુશન્સ લોજિસ્ટિક્સમાં ગતિ, કાર્યક્ષમતા અને પર્યાવરણ સાથેનું અનુકૂલન વધારવા પરના અમારા ધ્યાન સાથે સુસંગત છે. ટ્રાન્ઝિટ સમય ઘટાડીને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગને ઑપ્ટિમાઇઝ કરીને, અમે ગ્રાહકો માટે વધુ મૂલ્યવાન, અને તેની ક્ષમતાને વધારી શકાય તેવી રીતે દીનદયાળ પોર્ટ ઓથોરિટીને ટેકો આપવા અને ભારતના વ્યાપક વેપાર અને કનેક્ટિવિટી લક્ષ્યોમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA