કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા
ગાંધીધામ શહેરમાં આજે બુધવારે બપોરે 2
વાગ્યાના
અરસામાં આંગડિયા પેઢીના સંચાલકનો અપહરણનો બનાવ બન્યો છે. અપહરણનો બનાવ બનતા દોડધામ
મચી જવા પામી હતી.
ગાંધીધામ
શહેરમાં આજે બુધવારે બપોરે 2 વાગ્યાના અરસામાં જૂના
પોલીસ સ્ટેશન રોડ પર સંકેતનીધી આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઈને અમુક શખ્સો બંદુક
બતાવીને કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. જેના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં
વાયરલ થયા હતા. જે બાદ પૂર્વ કચ્છ પોલીસને જાણ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન
કર્યા હતા.
પૂર્વ કચ્છ પોલીસની વિવિધ ટીમો LCB,
SOG સહિત
અન્ય ટીમોએ તપાસ શરૂ કરી હતી. જે બાદ પૂર્વ કચ્છ પોલીસે સામખિયાળી નજીકથી અપહરણ
થયેલા આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઈ કાર સાથે સામખિયાળી પાસેથી મળી આવ્યા હતા.
હાલ પૂર્વ કચ્છ પોલીસની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / પરમાર જગદીશ