પોરબંદરમાં જિલ્લા કક્ષાની સુબ્રટો મુકરજી કૂટબોલ સ્પર્ધાનું સફળ આયોજન
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત 64મી સુબ્રટો મુકરજી કૂટબોલ સ્પર્ધા નું આય
પોરબંદરમાં જિલ્લા કક્ષાની સુબ્રટો મુકરજી કૂટબોલ સ્પર્ધાનું સફળ આયોજન.


પોરબંદરમાં જિલ્લા કક્ષાની સુબ્રટો મુકરજી કૂટબોલ સ્પર્ધાનું સફળ આયોજન.


પોરબંદરમાં જિલ્લા કક્ષાની સુબ્રટો મુકરજી કૂટબોલ સ્પર્ધાનું સફળ આયોજન.


પોરબંદરમાં જિલ્લા કક્ષાની સુબ્રટો મુકરજી કૂટબોલ સ્પર્ધાનું સફળ આયોજન.


પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત 64મી સુબ્રટો મુકરજી કૂટબોલ સ્પર્ધા નું આયોજન સેન્ટ જોસેફ સ્કૂલ, ખાપટ, પોરબંદર ખાતે ભવ્યરીતે કરવામાં આવ્યુ હતું. સ્પર્ધામાં અંડર-15 સુબ્રટો ફૂટબોલ સબ જુનિયર (ભાઈઓ), અંડર-17 જુનિયર ફૂટબોલ (ભાઈઓ) અને અંડર-17 જુનિયર ફૂટબોલ (બહેનો) આમ ત્રણ વિભાગો અંર્તગત પોરબંદર જિલ્લાના વિવિધ શાળા અને સંસ્થાઓમાંથી અંદાજે 250 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધાના સફળ સંચાલનમાં જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવિણાબેન પાંડાવદરા, સ્પર્ધા કન્વીનર તેજસભાઈ વીંછી (સેન્ટ જોસેફ સ્કૂલ), વ્યાયમ શિક્ષક જેસલભાઈ કડછા (બિરલા હાઈસ્કૂલ), વ્યાયમ શિક્ષક સચિનભાઈ એરડા (જે.વી. ગોધાણિયા સ્કૂલ), શ્રી રામકુંવર રાજગઢ (DLડડ ફૂટબોલ કોચ), પ્રબીન સાધુ (જેમ.એમ.સી. સ્કૂલ), જેરોમભાઇ લોબો (ચમ સ્કૂલ), નિતેશ ડોડીયા (યાજ્ઞવલ્ક્ય સ્કૂલ), સુભાષ પરમાર (ફટાણા હાઈસ્કૂલ) તથા અન્ય શાળાઓના કોચ, વ્યાયામ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિભિન્ન મેચો ખુબ જ ઉત્સાહભેર અને રમત ગમતના સ્પર્ધાત્મક ભાવ સાથે યોજાઇ હતી જેમાં ખેલાડીઓએ પોતાની કુશળતા અને તાલીમની સુંદર ઝાંખી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande