પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને કુતિયાણા પોલીસ મથક દ્વારા કુતિયાણા વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા મિતેષ ઉર્ફ નિતેશ વલ્લભભાઈ લીંબડના રેકોર્ડ ચેક કરી નાયબ પોલીસ અધિક્ષક મારફત કુતિયાણા કોર્ટમાં હદપારની દરખાસ મોકલવામાં આવતા કુતિયાણા કોર્ટના મેજિસ્ટ્રેટ દ્વારા 1 વર્ષ માટે હદપારીનો હુકમ કરવામાં આવ્યો હતો.
કુતિયાણા પોલીસે આ હુકમની બજવણી કરતા મિતેષ ઉર્ફ નિતેશ વલ્લભભાઈ લીંબડને 15 તા. જુલાઈના રોજ સાંજે 8-30 કલાકે 1 વર્ષ માટે તડીપાર કરેલ હતો. આ કામગીરીમાં કુતિયાણા પોલીસ મથકના પી.આઈ. વી.પી. પરમાર, એ.એસ. આઈ. એસ.જી.જાડેજા, કોન્સ. રામશીભાઈ વીરાભાઇ, વિજય ખીમાણંદ ગાગીયા, મહેશભાઈ મુસાર, અક્ષય જગતસિંહ ઝાલા, અશ્વિનભાઈ વરુ તથા યશપાલસિંહ જાડેજા રોકાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya