ભાવનગર 16 જુલાઈ (હિ.સ.) : તળાજા તાલુકાના પાવઠી ગામમાં એક અત્યંત દુખદ ઘટનામાં ભાઈ-બહેનનાં મૃત્યુ થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાવઠી ગામના એક પરિવારમાં રહેતા હિત ઉમર 4 વર્ષ અને તન્વી ઉમર 6 વર્ષ બન્ને ભાઈ-બહેન ઘર આંગણામાં ઉભેલી કારમાં રમવા ગયા હતા. રમતા રમતા કારના અંદર બન્ને બાળકો બંધ થઈ ગયા હતા અને કારનો દરવાજો બહારથી લૉક થઈ જતા બાળકો કારમાં જ ફસાઈ ગયા હતા. કારનું ટેમ્પરેચર વધતા અને ઓક્સિજન ઓછું થતા બન્ને બાળકો ગૂંગળાઈ ગયા હતા. સંજયા સુધી બન્ને બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા અને સમગ્ર વિસ્તારમાં શોધખોળ શરૂ કરી. આખરે પરિવારજનોને ઘરના આંગણામાં પાર્ક કરેલી કારની અંદર બંને બાળકો બેભાન અવસ્થામાં મળ્યાં. તાત્કાલિક તેમને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા.અકસ્માત અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચીને અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાથી પાવઠી ગામમાં ઘેરો શોક ફેલાઈ ગયો છે. કચવાઈ ગયેલા પરિવારજનોનું સાંત્વન આપતી શાખાઓ પહોંચી હતી. એક ભુલભુલૈયા જેવી લાગતી આ ઘટના બાળકોના માતા-પિતા માટે આખી જિંદગી ભૂલશે નહીં એવી બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek