ગાંધીનગર, 16 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકારની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરવા તથા રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની જાણકારી મેળવવા માટે ગુજરાતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની સંસદીય અધ્યયન સમિતિના અધ્યક્ષ સુરેન્દ્ર ચૌધરી અને તેમની સાથે આવેલા પ્રતિનિધિ મંડળે આજે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સુરેન્દ્ર ચૌધરી તથા અન્ય પ્રતિનિધિઓ સાથે ગુજરાતના વિકાસ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે ચર્ચા કરી હતી. રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક (ઓર્ગેનિક) ખેતી વચ્ચેનો તફાવત સમજાવી પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના કિસાનો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કર્યું છે. આ મિશન થકી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે અને લોકોને સ્વસ્થ આહાર મળશે, હવા, પાણી તથા જમીન બચશે, તેવો રાજ્યપાલએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ