ભુજમાં એક કરોડના ખર્ચે સી.સી. અને ડામરના પેચવર્કનું કામ કરાશે, કારોબારીમાં નિર્ણય
ભુજ – કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) શહેરના વિકાસનાં કામોને વેગ આપવા સાથે લોકોને સુવિધામાં વધારો કરવા ભુજ સુધરાઇની કારોબારી બેઠકમાં નિર્ણયો લેવાયા હતા. ભુજ શહેરમાં એક કરોડના ખર્ચે જુદા-જુદા વિસ્તારોમાં સી.સી. અને ડામરના પેચવર્કનું કામ, પોલીટેકનિક કોલેજ રોડ
ભુજ પાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં લેવાયા વિવિધ નિર્ણય


ભુજ – કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) શહેરના વિકાસનાં કામોને વેગ આપવા સાથે લોકોને સુવિધામાં વધારો કરવા ભુજ સુધરાઇની કારોબારી બેઠકમાં નિર્ણયો લેવાયા હતા. ભુજ શહેરમાં એક કરોડના ખર્ચે જુદા-જુદા વિસ્તારોમાં સી.સી. અને ડામરના પેચવર્કનું કામ, પોલીટેકનિક કોલેજ રોડ પર તાત્કાલિક સી.સી. પેચવર્કનો નિર્ણય લેવાયો હતો.

સાંસ્કૃતિક હોલ સહિતના કામોને અપાઇ મંજૂરી

ભુજ નગરપાલિકા ખાતે કારોબારી સમિતિની બેઠક ચેરમેન મહિદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં એમ.પી./ એમ.એલ.એ.ની ગ્રાંટમાંથી સંસ્કારનગર ગરબી ચોક, દાંતીવાળા હનુમાન મંદિર, ગોપીનાથ કોડકી, આર.ટી.ઓ. રિલોકેશન, યોગેશ્વરધામ ખાતે બેસવાના બાંકડા તેમજ અંજલિનગર રોહીદાસ ખાતે ઇન્ટરલોક, ભીલવાસ રામદેવ મંદિર કોમ્યુનિટી હોલ, ઉમાનગર પાછળ આવેલ વાળંદ સમાજ, વોર્ડ નં.-7 કૈલાસનગર તેમજ વાલરામનગર-1માં સાંસ્કૃતિક હોલ જેવાં વિવિધ કામોને મંજૂરી અપાઇ હતી.

પુલના કામ તથા રસ્તાઓની સુવિધા મળશે

યુ.ડી.પી.-88, અંતર્ગત ઉમેદનગરના પુલ બનાવવાનું કામ, ગટરના પાયાનું કામ, ભારતનગર તેમજ વોર્ડ નં. 9માં પુલ બનાવવા, નવા ઓફિસ બિલ્ડિંગ ખાતે સભાખંડનું આયોજન, વોર્ડ નં. 3માં સોની સમાજવાડી સ્મશાન પાસે પુલનું કામ, ભારે વરસાદ અંતર્ગત ઓગનથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો માર્ગ બનાવવા નિર્ણય લેવાયો હતો.

ગાર્ડન સિટીની ડ્રેનેજની નવી લાઇનથી સમસ્યા ઉકેલાશે

વોર્ડ નં. 1થી 11માં મુખ્ય રોડમાં ખાડા હોય તો તેની જાણ બાંધકામ શાખાના એન્જિનીયરને તથા શાકાના ચેરમેનને કરવા વોર્ડમેનને સૂચના અપાઇ હતી. પાણી પુરવઠા તેમજ રોડલાઇટ શાખામાં અલગ-અલગ સોસાયટી દ્વારા લાઇટ તેમજ વીજ કનેકશન માટે આવેલી અરજીઓનો નિકાલ કરવા સ્ટેશન રોડ પર વર્ષો જૂની લાઇન બેસી જતાં રિપેર કરવાની મંજૂરી, ગાર્ડન સિટી ખાતે ડ્રેનેજની નવી લાઇન નાખીને પાણી નિકાલની વ્યવસ્થાની સૂચના અપાઇ હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande