ભુજની હોટેલમાં ચાલતા કામ દરમિયાન વીજશોક લાગતાં બેનાં મોત
ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : ભુજ-માધાપર ધોરીમાર્ગ પરની હોટેલમાં કડિયાકામ અને કલરકામ વેળાએ મજૂરો ભારે વીજળીની લાઇનના સંપર્કમાં આવતાં બે મજૂરનાં મોત અને એક ઘાયલ થયાનો કરુણ બનાવ સામે આવ્યો છે. બુધવારે મોડી સાંજે આ ઘટના બની હતી. હોટેલ ગ્રાન્ડ થ્રીડીમાં
હોટેલમાં ચાલતા કામ દરમિયાન બે જણને વીજશોક લાગ્યો


ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) : ભુજ-માધાપર ધોરીમાર્ગ પરની હોટેલમાં કડિયાકામ અને કલરકામ વેળાએ મજૂરો ભારે વીજળીની લાઇનના સંપર્કમાં આવતાં બે મજૂરનાં મોત અને એક ઘાયલ થયાનો કરુણ બનાવ સામે આવ્યો છે. બુધવારે મોડી સાંજે આ ઘટના બની હતી. હોટેલ ગ્રાન્ડ થ્રીડીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે વીજશોક લાગ્યો હતો.

કલરકામ અને કડિયાકામ ચાલી રહ્યું હતું, એકને ઇજા

જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં કોન્ટ્રાક્ટર શંકરલાલ પ્રસાદે નોંધાવેલી વિગતો મુજબ, ભુજ આત્મારામ સર્કલથી માધાપર તરફના ધોરીમાર્ગ પર ગ્રાન્ડ થ્રીડી હોટેલમાં કડિયાકામ અને કલરકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન, સાંજે આ વીજકરંટની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં કલરકામ કરતા 35 વર્ષીય પરેશ બારોટ (મિરજાપર) અને 50 વર્ષીય શાહીદ આત્મજ ઇદરીશ શેખ (ભુજ)ને વીજશોક ભરખી ગયો હતો. કડિયાકામ કરતા અરુણ પંડિત (ભુજ) ઘાયલ થયો છે. કામ દરમ્યાન ત્રણે ભારે વીજલાઇનના સંપર્કમાં આવતાં વીજકરંટથી ઘાયલ થતાં તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમ્યાન પરેશ અને બાદમાં શાહીદે દમ તોડી દીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande