ગીર સોમનાથ 17 જુલાઈ (હિ.સ.) ભારત સરકારના ફિટ ઈન્ડિયા મોમેન્ટ અંતર્ગત ખાદ્ય તેલ પ્રમાણસર વપરાશ કરવા અંગે જાગૃતિ લાવવા ગુજરાત સરકાર દરેક કોલેજ, સ્કૂલ અને પ્રાથમિક શાળાઓમાં તજજ્ઞો ના સેમિનાર યોજી જાગૃતિ લેવા ગીર સોમનાથ જિલ્લાની ચોકસી કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ વેરાવળના પ્રાર્થના હોલ ખાતે લાઈફ અવેરનેસ ડો.અનિષ રાચ્છ, તથા સ્વદેશી તેલ ઘાણીના પ્રણેતા રાજુભાઈ પટેલ દ્વારા સરળ ભાષામાં વિદ્યાર્થીઓને દરેકની દિનચર્યા માં ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કઈ રીતે કરવો તેમજ રિફાઇન્ડ તેલના વધુ ઉપયોગથી થતી બીમારીઓ અને હાર્ડ ડીસીસ સુધીના ધાતક હુમલાઓ ના નિવારણ માટે પામોલીન તેમજ કપાસિયા સહિતના રિફાઈડ તલોથી બનતી વાનગીઓ ને આપણે ન ખાઈએ તો લાંબુ નિરોગી સ્વસ્થ જીવન જીવવા વિવિધ ટિપ્સ સમજાવવામાં આવી હતી.
ફીટ ઈન્ડિયા અભિયાન માં ચોક્સી કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો.એન.એલ જોષી, એન એસ એસ પ્રોગ્રામ ઑફિસર ડો.એ.એમ.ચોચા, ડો.નીતિન આર.સુબા, ડો. રાજેન્દ્ર પાટોડિયા, ડો.ગૌરવ વીરપરીયા, પ્રો. રવિશ ભટ્ટ સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ફિટ ઇન્ડિયા ખાદ્ય તેલ જાગૃતિ અભિયાનના કોર્ડીનેટર ડો. નરેશ પરમાર દ્વારા સમગ્ર આયોજનનું સંચાલન કરવામાં આવ્યું હોવાનું એક યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ