પાટણ જિલ્લામાં દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો
પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી, ચાણસ્મા અને સિદ્ધપુર તાલુકાના કુલ 246 દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો. આ કેમ્પ બીઆરસી સરસ્વતી અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત પ્રયાસથી બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. એલિમ્કો ટીમ
પાટણ જિલ્લામાં દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો


પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી, ચાણસ્મા અને સિદ્ધપુર તાલુકાના કુલ 246 દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો. આ કેમ્પ બીઆરસી સરસ્વતી અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત પ્રયાસથી બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. એલિમ્કો ટીમ દ્વારા તમામ બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને આ મૂલ્યાંકનના આધારે તેમને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેમ્પનું આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા IED કોઓર્ડિનેટર મધુબેન જાદવ અને તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર રતાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પમાં રોટરી ક્લબના પ્રમુખ ડૉ. પરિમલ જાની, પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ પટેલ, મંત્રી જય દરજી, SK બ્લડ બેંકના ચેરમેન જયરામ પટેલ અને અશ્વિન જોશી સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. કેમ્પને સફળ બનાવવા ચારેય તાલુકાના IEDSS અને સ્પેશિયલ ટીચર્સે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande