રઘુ દેસાઈએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત માટે સમય માંગ્યો
પાટણ, 17 જુલાઈ (હિ.સ.)કોંગ્રેસના નેતા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મુલાકાત માટે સમય માંગ્યો છે. મુખ્યમંત્રી 18 જુલાઈ, 2025ના રોજ સાંતલપુર તાલુકાની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ રૂ. 110 કરોડના વિકાસ
રઘુ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત માટે સમય માંગ્યો


પાટણ, 17 જુલાઈ (હિ.સ.)કોંગ્રેસના નેતા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મુલાકાત માટે સમય માંગ્યો છે. મુખ્યમંત્રી 18 જુલાઈ, 2025ના રોજ સાંતલપુર તાલુકાની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ રૂ. 110 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

રઘુ દેસાઈએ તેમના પત્રમાં જણાવ્યું છે કે, તેઓ કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રીને મળી રાધનપુર અને સાંતલપુર વિસ્તારની વિવિધ સ્થાનિક સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માંગે છે.

પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી સમક્ષ વિવિધ પ્રાથમિકતાઓ અને સ્થાનિક પ્રશ્નો રજૂ કરવા ઇચ્છે છે, અને આ માટે મુખ્યમંત્રીએ થોડો સમય ફાળવે એવી વિનંતી રઘુ દેસાઈએ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande