રાજકોટ 17 જુલાઈ (હિ.સ.) : રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં હ્રદયવિદારક બનાવ સામે આવ્યો છે. તાલુકાના એક ગામે ત્રણ નાનાં બાળકો તળાવમાં નાહવા ગયા હતા, જ્યાં દુર્ભાગ્યવશ તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં તાત્કાલિક દોડી જઈ બચાવ પ્રયાસ હાથ ધર્યા હતાં, પરંતુ પહેલા જ વધુ સમય વીતી જતા ત્રણેય બાળકોએ જગત સાથે વિદાય લઈ લીધી હતી.
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના જામકંડોરણા તાલુકાના બલવાણા ગામે બની હતી. ત્રણ બાળકો તળાવ પાસે રમતાં રમતાં પાણીમાં ઉતરી ગયા હતા અને તરવા લાગ્યાં હતાં. પરંતુ થોડા સમયમાં પાણીના વહીવટમાં આવતાં તેઓ ડૂબી ગયા હતા. વિસ્તારમાં ખળભળાટ મચી જતાં ગામલોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને લાશોને શોધવા માટે સ્થાનિક ડાઇવર પણ બોલાવવામાં આવ્યા હતા. લંબાયેલા બચાવ કાર્ય બાદ ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણેય બાળકોના પરિવારમાં આઘાતનો માહોલ છે. ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા મૃતક પરિવારોને ધીરજ ધરી સહાય કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek