પોરબંદરમાં બોખીરા આવાસ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના સેવાકિય પ્રોજેક્ટ સેવા આપણાં આંગણે અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા તથા પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદરના પ્
પોરબંદરમાં બોખીરા આવાસ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


પોરબંદરમાં બોખીરા આવાસ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


પોરબંદરમાં બોખીરા આવાસ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


પોરબંદરમાં બોખીરા આવાસ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


પોરબંદરમાં બોખીરા આવાસ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના સેવાકિય પ્રોજેક્ટ સેવા આપણાં આંગણે અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા તથા પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સહયોગથી બોખીરા આવાસ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પનો ઉદ્દેશ્ય ત્યાં રહેતા તથા આસપાસના શહેરીજનોના આરોગ્ય સંબંધી પ્રશ્નોનું નિદાન કરવા અને તેમને નિઃશુલ્ક સારવારની સુવિધા પુરી પાડવાનો હતો.આ કેમ્પમાં અનેક નિષ્ણાંત ડોક્ટરોની ટીમે સેવાઓ આપી હતી, જેમાં ડો. ક્રિષ્ના મેઘપરા,ડો. નૈસર્ગ તન્ના,ડો.જયેશ (મેડીસીન વિભાગ),આંખના રોગો ડો. રાહુલ મહેતા,હાડકાના રોગો (ઓર્થોપેડિક) ડો.જીતેન્દ્ર તાવરી,ડો. હેતલ મોઢવાડીયા,ડો. ખુશાલી જેઠવા,ડો. અમીત કોડિયાતરે સેવા આપી હતી.

રામદેવભાઈ મોઢવાડિયાએ તેમના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, સમાજમાં આરોગ્ય સંબંધિ જાગૃતિ વધારવા અને રોગોનું સમયસર નિદાન કરવા માટે સર્વરોગ નિદાન કેમ્પ ખુબ જ મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. આવા કેમ્પ દ્વારા લોકોને મફત કે ઓછી કિંમતે આરોગ્ય તપાસ, દવાઓ અને સલાહ મળે છે, જે ગરીબ અને છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ખાસ ઉપયોગી છે.સર્વરોગ નિદાન કેમ્પનો સૌથી મોટો ફાયદો એ છે કે તે દ્વારા રોગોનું સમયસર નિદાન થઈ શકે છે.ઘણા લોકોને ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, કેન્સર, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓની જાણ ખૂબ અંતમાં થાય છે, જ્યારે રોગ વધુ પ્રગતિ કરી ચૂક્યો હોય છે.સર્વરોગ નિદાન કેમ્પ ફક્ત તપાસ સુવિધા જ નહીં, પણ લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ પણ લાવે છે.આ કેમ્પમાં ડોક્ટરો અને આરોગ્ય કાર્યકર્તાઓ લોકોને સ્વચ્છતા, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને રોગપ્રતિરોધક ટીકાકરણ વિશે જાણકારી આપે છે. આથી લોકોમાં રોગો પ્રત્યેની સચેતનામાં વધારો થાય છે.

કેટલાક રોગો જેવા કે,ટીબી, મેલેરિયા, ડેંગ્યુ, હિપેટાઇટિસ વગેરેનું જો સમયસર નિદાન થાય, તો તેમને ફેલાતા અટકાવી શકાય છે. સર્વરોગ નિદાન કેમ્પ દ્વારા આવા સંક્રામક રોગોની ઝડપથી ઓળખ થઈ યોગ્ય ઇલાજ અને ક્વારંટાઇન વ્યવસ્થા શરૂ કરી શકાય છે.ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોની આરોગ્ય સંભાળ ઘણીવાર અવગણવામાં આવે છે. સર્વરોગ નિદાન કેમ્પ એક સમાજસેવાત્મક પહેલ છે, જે ગરીબ, ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવે છે.રોગોનું સમયસર નિદાન, આરોગ્ય જાગૃતિ, મફત તપાસ અને સરકારી યોજનાઓ સાથે જોડાણ દ્વારા તે સમાજના સ્વાથ્ય સ્તરને સુધારે છે.આવા કેમ્પની સંખ્યા વધારીને આપણે એક તંદુરસ્ત અને સચેત સમાજની રચના કરી શકીએ છીએ. સર્વરોગ નિદાન કેમ્પ ફક્ત તપાસ કેમ્પ જ નથી, પણ તે એક સામાજિક જવાબદારી છે.દરેક નાગરિકે આવા કેમ્પમાં સહભાગી બની સમાજના આરોગ્યમાં ફાળો આપવો જોઈએ તેમ જણાવ્યું હતુ.આ કેમ્પમાં સહયોગી સ્ટાફમા ફાર્મસીસ્ટ નિશાબેન ગોઢાણીયા તથા વિશાલ ઓડેદરા,લેબ ટેક્નિશ્યન દિપકભાઈ ગરચરસ્ટાફ બ્રધર્સ ઓડેદરા વ્રજેશ અને ચિરાગ વારા તથા ભરત મકવાણા,વર્ગ-4 કર્મચારી શિવમ ઝાલા, કેશ રાઈટર જયેશ ધોકડિયાએ સેવા આપી હતી.

આરોગ્ય સેવામાં બ્લડ અને યુરિન રિપોર્ટ માટે લેબોરેટરી સુવિધા,પોર્ટેબલ યુનિટ દ્વારા તપાસ,150 થી વધુ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande