પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : પોરબંદર નજીકના રાજપર નવાગામ ખાતે રહેતા યુવાનને સીંગાપુરના બે વર્ષના વિઝા આપવાનુ કહી રાણાકંડોરણા ખાતે રહેતી એક મહિલા સહિત બે લોકોએ રૂ.4,50,000ની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાય છે. રાજપર નવા ગામે ખાતે રહેતા કેશુભાઈ હમીરભાઈ આગઠે સોશ્યલ મિડિયા પર વિદેશ મોકલવાની એડ જોઈ અને રાણાકંડોરણા ખાતે રહેતા એલ કે અન્ટરપ્રાઈઝ નામની પેઢીથી વ્યવસાય કરતા સંગીતાબેન દિલીપભાઈ ઓડેદરા અને રમેશભાઈ ભીમાભાઈ રાતીયાનો સંપર્ક કર્યો હતો અને સીંગપુરના બે વર્ષના વિઝા આપવા માટે રૂ.4,75000ની રકમ નકિક કરવામાં આવી હતી આથી પાસપોર્ટ સહિતના ડોકયુમેન્ટ અને રૂ.25000ની રકમ આપી હતી ત્યારે બાદ ગત તા. 23-01-2025ના રોજ સમજુતી મુજબની રૂ.4,50,000નની રકમ ચુકવી હતી ત્યારે સમજુતી કરારના આઠ નંબરના મુદામાં છેડાછાડ કરી અને છ માસ કરી અને છેપરપીંડી કરતા સંગીતાબેન દિલીપભાઈ ઓડેદરા અને રમેશભાઈ ભીમાભાઈ રાતીયા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya