પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના વિસાવાડા ગામે આવરા તત્વોનો ત્રાસ વધ્યો હોય તેમ એક શખ્સે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી વિસાવાડા ગામે પ્રવિઝન સ્ટોર ચલાવતા લખુભાઈ રાણાભાઈ મોઢવાડીયાની દુકાન નજીક નાગાજણ ઉર્ફે નાગલો લખમણ ઓડેદરા મોટરસાયકલ લઈ ધસી આવ્યો હતો અને લાકડી હાથ લઇ આટાંફેરા માર્યા બાદ દુકાને જઈ દુકાનદારને ભુંડી ગાળો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે વેપારીએ મિંયાણી મરીન પોલીસ સ્ટેશનામા ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya