મુન્દ્રા બારોઇ વિસ્તારમાં રસ્તા અને ભરાયેલા પાણી સામે કોંગ્રેસ રસ્તા ઉપર, કર્યો વિરોધ
ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) ઝડપથી વિકસી ગયેલા બંદરીય નગર મુન્દ્રા અને તાલુકાના રસ્તાઓની બિસમાર હાલતની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. નેતાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને લોકોની હાલાકી નિવારવાની માગણી કરી હતી. ભાજપ સરકાર સામે આકરા પ્ર
મુન્દ્રામાં કોંગ્રેસ દ્વારા વિરોધ


ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) ઝડપથી વિકસી ગયેલા બંદરીય નગર મુન્દ્રા અને તાલુકાના રસ્તાઓની બિસમાર હાલતની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. નેતાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને લોકોની હાલાકી નિવારવાની માગણી કરી હતી. ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરાયા હતા.

ધોવાયેલા રસ્તાઓ અને ખાડાઓથી હાલાકી

મુન્દ્રાના ઝીરો પોઈન્ટ, રાસાપીર સર્કલથી અદાણી પોર્ટ તરફ જતા બંને રસ્તાઓમાં ઠેકઠેકાણે ખાડાઓ છે. ધોવાયેલા રસ્તાઓ અને ખાડા મુદ્દે મુન્દ્રા શહેર અને તાલુકા કોંગ્રેસ પરિવારે ઝીરો પોઇન્ટ વિસ્તાર માં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચોમાસાના પ્રથમ રાઉન્ડ બાદ શહેરી વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તાર ના રસ્તાઓ ભંગાર હોવાની ફરિયાદ કરાઇ હતી. રજૂઆતો કરવા છતાં કોઇ નિવેડો ન આવતો હોવાનું પણ જણાવાયું હતું.

ઝીરો પોઇન્ટથી હજારો વાહનો પસાર થાય છે

ઝીરો પોઇન્ટ વિસ્તાર સતત ધમધમતો માર્ગ છે અને આ માર્ગ પર થી દરરોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. વરસાદ થતાંની સાથે જ ખાડાઓ પડી જાય છે. લોકો, વાહનચાલકો ત્રાસી ઉઠ્યા છે. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરમ ગઢવી એ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બારોઇ નગરપાલિકા વિસ્તારમાં સોસાયટીઓ ની હાલત ખરાબ છે અને દિવસો સુધી વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande