જામનગરમાં જમીન રી-સર્વે સહિત અન્ય મહેસુલી બાબતો અંગે જિલ્લા કલેક્ટરે કાર્યશાળા યોજી
જામનગર/ગાંધીનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના ખીજડિયા તથા બાલાચડી ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જમીન રી-સર્વેની કામગીરી અને અન્ય મહેસૂલી બાબતો અંગે જિલ્લાના ઉચ્ચ મહેસૂલી અધિકારીઓની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં કલેક્ટર કેતન ઠક્કર
જિલ્લા કલેક્ટરે કાર્યશાળા યોજી


જિલ્લા કલેક્ટરે કાર્યશાળા યોજી


જામનગર/ગાંધીનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના ખીજડિયા તથા બાલાચડી ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જમીન રી-સર્વેની કામગીરી અને અન્ય મહેસૂલી બાબતો અંગે જિલ્લાના ઉચ્ચ મહેસૂલી અધિકારીઓની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં કલેક્ટર કેતન ઠક્કરે કાર્યશાળામાં ઉપસ્થિત અધિકારીઓને લોકાભિમુખ અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો અને સ્પષ્ટ સૂચના આપી હતી કે, તમામ કામગીરી નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવે.

કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓના લાભ જિલ્લાના છેવાડાના માનવી સુધી સરળતાથી અને પારદર્શિતાપૂર્વક પહોંચે તે સુનિશ્ચિત કરવું એ મહેસૂલી તંત્રની પ્રાથમિક જવાબદારી છે.આ માટે સકારાત્મક અને સંવેદનશીલ અભિગમ અપનાવવા કલેક્ટર કેતન ઠક્કરે ચાવીરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે યોજાયેલ કાર્યશાળા દરમિયાન જમીન રી-સર્વેની ચાલી રહેલી કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ કામગીરીમાં આવતી સંભવિત સમસ્યાઓ અને તેના નિરાકરણ માટેના ઉપાયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ અધિકારીઓને આ કામગીરી ઝડપથી અને ભૂલરહિત રીતે પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા, જેથી જમીન માલિકોને તેમના હક્કો અંગે સ્પષ્ટતા મળી રહે.

આ કાર્યશાળા અંતર્ગત મહેસૂલી અધિકારીઓ જમીન માપણીની પ્રક્રિયાથી પ્રત્યક્ષ રીતે માહિતગાર બને તે હેતુથી તમામ અધિકારીઓએ બાલાચડી ખાતે ફિલ્ડ વિઝીટ કરી હતી. અને સ્થળ પર જ તેમણે જમીન માપણીની પ્રક્રિયાની ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ ફિલ્ડ વિઝીટ દરમિયાન, અધિકારીઓએ ખેતરોમાં સીમાંકન, હદ નિશાનની ચકાસણી, અને ડિજિટલ સાધનો દ્વારા માપણી કેવી રીતે થાય છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande