હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં IPR સેલની સ્થાપના
પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલૉજી (GUJCOST) દ્વારા ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (IPR) સેલની સ્થાપના કરવામાં આવશે. આ સેલના કોઓર્ડિનેટર તરીકે યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગના
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં IPR સેલની સ્થાપના


પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલૉજી (GUJCOST) દ્વારા ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (IPR) સેલની સ્થાપના કરવામાં આવશે. આ સેલના કોઓર્ડિનેટર તરીકે યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગના પ્રોફેસર ડૉ. મયુર પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. પોરિયાએ જણાવ્યું હતું કે, આ સેલ વિદ્યાર્થીઓને નવા સંશોધન કરવા અને પેટન્ટ રજિસ્ટ્રેશનમાં માર્ગદર્શન આપશે. સેલ IPR સંદર્ભે વધુ નોંધણી માટે કાર્યરત રહેશે અને ગુજકોસ્ટ સાથે નિકટ ભવિષ્યમાં એમઓયુ કરાશે.

IPR સેલની સ્થાપનાથી યુનિવર્સિટી વિવિધ સેમિનાર અને વેબિનારનું આયોજન કરી શકશે. જેમાં ટ્રેડમાર્ક, પેટન્ટ અને સંશોધન સંબંધિત જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જે તેમની નાવિન્યપૂર્ણ વિચારોને હકારાત્મક દિશામાં આગળ વધારશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande