પ્રોહીબીશન લગત અસરકારક કામગીરી કરતી એલ.સી.બી., ગીર સોમનાથ
ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઈ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા
પ્રોહીબીશન લગત અસરકારક કામગીરી કરતી એલ.સી.બી., ગીર સોમનાથ


ગીર સોમનાથ, 17 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઈ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા તથા પો.હેડ કોન્સ.લલીતભાઇ ચુડાસમા નાઓને મળેલ સંયુકત બાતમી આધારે કોડીનાર અજંટા ટોકીઝ પાસે નીચે જણાવેલ નામવાળા ઇસમના પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા કોડીનાર પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- પકડેલ આરોપીઓ

(૧) ભરતભાઈ ઉર્ફે ગોલાવાળી નારણભાઈ કામળીયા ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે. રહે. નવીશેરી તા.કોડીનાર

(૨) બાલુભાઇ કાનાભાઈ વાળા ઉ.વ.૩૬ ધંધો મજુરી રહે, નવી શેરી તા.કોડીનાર

(૩) રમેશભાઈ ભીખાભાઈ વાળા, રહેનવીશેરી તા.કોડીનાર (પકડવાનો બાકી)

(૪) હનીફભાઇ નથુભાઇ શેખ, રહે.રોણાજ તા.કોડીનાર (પકડવાનો બાકી)

- કબ્જે કરેલ મુદામાલ

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ ૨૧૫ કી.રૂ..૨૨,૧૦૦/-

(૨) બીયર ટીન નંગ-૬૬ કી.રૂ.૬૬૦૦/-

(૩) મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૫૦૦૦/-

કુલ મુદામાલ કી.રૂ.૪૩,૭૦૦/-

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ

એલ.સી.બી. પો.ઇન્સ.એમ.વી.પટેલ, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા તથા પો.હેડ કોન્સ.લલીતભાઇ ચુડાસમા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande