સુરત, 17 જુલાઈ (હિ.સ.)- સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ
મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર
કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં સાંસદ મુકેશભાઈ દલાલે સાંસદ ફંડની સૂચવવામાં આવેલી ગ્રાંટનો સમય
મર્યાદામાં ઉપયોગ કરવાની તાકીદ કરી હતી. આ તકે તેમણે અધિકારીઓને વિકાસકામો
સમયમર્યાદામાં અમલ થાય તેવી કાર્યપદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો. કેન્દ્ર અને
રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના તમામ લોકોને મળી રહે તે
દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાની હિમાયત કરી હતી.
દિશા બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત
મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી
આવાસ યોજના, સુરત સ્માર્ટ સિટી, સ્માર્ટ
શહેરી મિશન, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, મધ્યાહન
ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ, સોઈલ હેલ્થ
કાર્ડ, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો
બેટી પઢાઓ, પ્રધાનમંત્રી ગ્રામ સડક, સાંસદ આદર્શ
ગ્રામ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, ગ્રામીણ
કૌશલ્ય યોજના, ઈ-શ્રમ, જળસંચય યોજના, ખેલો
ઈન્ડિયા, સમર્થ યોજના, ઈ-શ્રમ પોર્ટલ જેવી
કેન્દ્ર સરકારની ૫૫ થી વધુ ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ બેઠકનું સંચાલન
કર્યું હતું, જે સંદર્ભે સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દરેક
યોજનાઓમાં થયેલી કામગીરી રજૂ કરી હતી.
બેઠકમાં જિ. પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક
કલેકટર વિજય રબારી, તા.વિકાસ અધિકારીઓ, તા.પંચાયતના
સદસ્યો, વિવિધ સમિતિઓના સભ્યો તેમજ સંબંધિત વિભાગના ઉચ્ચ
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે