જામનગર જિલ્લામાં રોડ-રસ્તાઓની સ્થિતિ અંગે સાંસદ પુનમબેન માડમે, NHAIના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
જામનગર/ગાંધીનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં સાસંદ પુનમબેન માડમે NHAI- નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ સાથે રોડ-રસ્તાની સમીક્ષા અંગે બેઠક યોજી હતી. પુનમબેને કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં ધ્રોલ-ભાદ્રાપાટીયા-આમરણ-પીપળીયા નેશનલ હાઇવે 151 A
જામનગર


જામનગર


જામનગર/ગાંધીનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં સાસંદ પુનમબેન માડમે NHAI- નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ સાથે રોડ-રસ્તાની સમીક્ષા અંગે બેઠક યોજી હતી. પુનમબેને કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં ધ્રોલ-ભાદ્રાપાટીયા-આમરણ-પીપળીયા નેશનલ હાઇવે 151 A માટે લગત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પ્રશ્નોના ઉકેલ માટેની જિલ્લા સ્તરીય ખાસ પરામર્શ બેઠકમાં સાંસદ પુનમબેને રોડ-રસ્તાઓ તથા ખેડૂતોને લગત રજુઆતો સાંભળી સકારાત્મક દિશામાં કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચન કર્યા હતા.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પ્રાંત અધિકારીઓ, નેશનલ હાઈવે ઓફ ઓથોરીટીના અધિકારીઓ, અગ્રણીઓ, ખેડૂતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande