પાટણ નગરપાલિકાના રૂ. 10 કરોડના વિકાસ કામો માટે ટેન્ડર જાહેર
પાટણ, 17 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે રૂ. 10 કરોડના ખર્ચે 11 મહત્વના કામો માટે ટેન્ડરો જાહેર કર્યા છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારએ માહિતી આપતાં જણાવ્યું કે, આ કામોમાં ગટર લાઈન બાદ રોડ રિપેરિંગ, સુએજ ટ્રીટમેન્ટ ટોઈલેટ, વે-બ
પાટણ નગરપાલિકાના રૂ. 10 કરોડના વિકાસ કામો માટે ટેન્ડર જાહેર


પાટણ, 17 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે રૂ. 10 કરોડના ખર્ચે 11 મહત્વના કામો માટે ટેન્ડરો જાહેર કર્યા છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારએ માહિતી આપતાં જણાવ્યું કે, આ કામોમાં ગટર લાઈન બાદ રોડ રિપેરિંગ, સુએજ ટ્રીટમેન્ટ ટોઈલેટ, વે-બ્રિજ અને માખણીયાપરામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું કામ સામેલ છે.

વોર્ડ નં. 1 ભરવાડવાસમાં ટ્રીમિક્ષ સીસી રોડ અને હાંસાપુર જોગણી માતાના મંદિર પાસે બ્લોક પેવિંગના કામ હાથ ધરાશે. તિરુપતિ નગર ભાગ-1થી રેલ્વે ગરનાળા સુધી વરસાદી પાણીની લાઈન નાખવામાં આવશે. જિલ્લાકક્ષાના મોડલ ફાયર સ્ટેશનમાં પ્લમ્બિંગ કામ કરાશે. 14 વિસ્તારમાં પેવરથી ડામર રોડ અને 26 વિસ્તારમાં સીસી રોડ, બ્લોક પેવિંગ તથા જીમખાનાના વિકાસના કામ પણ થવાનું છે.

નગરપાલિકાની નવી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવશે. તેમજ દિવ્યાંગજનો માટે એન્ટીસ્કીડ અને એસ.એસ. રેલિંગની સુવિધાઓ ઉભી કરાશે. અંબાબાઈ ધર્મશાળામાં પણ હેન્ડીકેપ ટોઈલેટ, એન્ટીસ્કીડ ફ્લોરિંગ અને એસ.એસ. રેલિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande