પોરબંદર પોલીસ દ્વારા અસામાજિક તત્વોની મિલકતની ચકાસણી
પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્રારા અસામાજીક તત્વ સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો જેને પગલે પોરબંદર જીલ્લામા પણ અસમાજી તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આજે કમલાબાગ પોલીસ
પોરબંદર પોલીસ દ્વારા અસામાજિક તત્વોની મિલકતની ચકાસણી.


પોરબંદર પોલીસ દ્વારા અસામાજિક તત્વોની મિલકતની ચકાસણી.


પોરબંદર પોલીસ દ્વારા અસામાજિક તત્વોની મિલકતની ચકાસણી.


પોરબંદર પોલીસ દ્વારા અસામાજિક તત્વોની મિલકતની ચકાસણી.


પોરબંદર પોલીસ દ્વારા અસામાજિક તત્વોની મિલકતની ચકાસણી.


પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્રારા અસામાજીક તત્વ સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો જેને પગલે પોરબંદર જીલ્લામા પણ અસમાજી તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આજે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 જેટલા અસામાજી તત્વોની મિલ્કતને લઈ ચકાસણી કરવામાં આવી હતી જેને પગલે અસામાજીક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.પોરબંદર જીલ્લાના અસમાજી તત્વોની પોલીસે યાદી તૈયાર કરી તેમના વીજ કનેકશનની ચકાસણી કરવામાં આવી હતી.

હવે મિલ્કત સબધી કાર્યવાહી કરવામા આવી હતી, એસપી ભગીરથસિંહ જાડેજાની સુચનાથી કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ કામરીયા સહિતની ટીમે કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તામાં આવતા છાયા, નરસંગટેકરી અને સાંઇબાબા મંદિર સહિતના વિસ્તારમાં અસામાજી તત્વોના રહેણાંક મકાન સહિતની મિલક્રતોની ચકાસણી કરવામાં આવી હતી.

સીટી સર્વ વિભાગના અધિકારીઓને સાથે રાખી મિલ્કતની ચકાસણી કરવામાં આવી હતી જે અસામાજી તત્વોની મિલ્કત ગેરકાયદે અથવા રહેણાંક મકાન નજીક પેશકદમી કરવમાં આવી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યુ છે. જોકે મિલ્કતોના જરૂરી દસ્તાવેજો રજુ કરવા માટેની મુદત પોલીસ દ્રારા આપવામા આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande