રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક મળી
રાજકોટ 17 જુલાઈ (હિ.સ.) : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સતત પ્રયાસશીલ રહીને શહેરના મુસાફરોને વધુ સારી અને સુવિધાયુક્ત એરલાઈન્સ સેવાઓ મળી રહે તે માટે કાર્યરત છે. તાજેતરમાં હિરાસર ખાતે માનનીય સાંસદ પુરુષોતમભાઈ રૂપાલાની અધ્યક્ષસ્થાને યોજાયેલી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક મળી


રાજકોટ 17 જુલાઈ (હિ.સ.) : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સતત પ્રયાસશીલ રહીને શહેરના મુસાફરોને વધુ સારી અને સુવિધાયુક્ત એરલાઈન્સ સેવાઓ મળી રહે તે માટે કાર્યરત છે. તાજેતરમાં હિરાસર ખાતે માનનીય સાંસદ પુરુષોતમભાઈ રૂપાલાની અધ્યક્ષસ્થાને યોજાયેલી એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં પણ એરપોર્ટ સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના કારોબારી સભ્ય પ્રણવભાઈ ભાલાળાએ નવું ટર્મિનલ શરૂ થયા બાદ મુસાફરોને તાત્કાલિક જરૂરી મૌલિક સુવિધાઓ મળી રહે તે અંગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ખાસ કરીને મુસાફરોને દિક્કતો ન થાય તે માટે વાઈફાઈ સુવિધા આ મહિના અંત સુધી શરૂ કરી દેવાની વાત કરવામાં આવી હતી. તેમજ એન્ટ્રી અને એક્ઝિટ દરમિયાન પાર્કિંગ માટે મળતો સમય પણ વધારવા સૂચન કરવામાં આવ્યું હતું. મોબાઈલ નેટવર્કની સમસ્યાના નિરાકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું નિકાલ પણ આવી જશે.

રાજકોટ ચેમ્બરે અગાઉ હિરાસર એરપોર્ટ પરથી એટ કાર્ગો સેવા પણ શરૂ કરવા માટે રજુઆત કરી હતી. જે પણ ઓગસ્ટ માસની શરૂઆતમાં કાર્યરત થવાની શક્યતા છે. એરપોર્ટ સુવિધાઓમાં સતત સુધારાઓ થવાથી મુસાફરોને ઉત્તમ અનુભવ પ્રાપ્ત થાય તેવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રયાસો જારી રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande