મૂળ જમીન માલિકીની છતાં માપણીમાં વિસંગતતાથી ખેડૂતોને ભોગવવાનો વારો: જાણો સીએમ ને શું થઇ રજૂઆત...
ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લાના જમીન માપણી વધારો નાબૂદ કરવો કચ્છના કિસાનો માટે હિતાવહ રહે તેમ છે. 360 કિલોમીટર દૂર ગાંધીનગર સુધી મહેસૂલી ફાઇલ પહોંચ્યા પછી સમયનો વ્યય થાય છે અને ખેડૂતો વિસંગતતા વચ્ચે અટવાઇ જાય છે. કચ્છ માત્ર એક એવો જિલ્લો છ
કચ્છની જમીન માપણીના નિર્ણયને નાબૂદ કરવા રજૂઆત


ભુજ - કચ્છ, 17 જુલાઈ (હિ.સ.) કચ્છ જિલ્લાના જમીન માપણી વધારો નાબૂદ કરવો કચ્છના કિસાનો માટે હિતાવહ રહે તેમ છે. 360 કિલોમીટર દૂર ગાંધીનગર સુધી મહેસૂલી ફાઇલ પહોંચ્યા પછી સમયનો વ્યય થાય છે અને ખેડૂતો વિસંગતતા વચ્ચે અટવાઇ જાય છે. કચ્છ માત્ર એક એવો જિલ્લો છે કે જ્યાં 10માંથી 5 તાલુકામાં પ્રમોલગેશન વખતે બે વાર માપણી થાય છે. જેમાં મૂળ માલિકી હોવા છતાં વિસંગતતા ઉભી થઇ રહી છે. પરિણામે માપણી વધારો નાબૂદ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાપરના માજી ધારાસભ્ય પંકજ મહેતાએ પત્ર પાઠવીને લોકલક્ષી નિર્ણય લેવા રજૂઆત કરી છે.

જંત્રીની અઢી ગણી રકમ વસૂલાય છે: માપણી વધારો નાબૂદ કરો

કચ્છમાં માપણી વધારો થયેલી મૂળ જમીન પહેલેથી જ ખેડૂત ખાતેદારની માલિકીની હોવા છતાં માપણીમાં ભૂલ કે વિસંગતતાના કારણે અત્યારે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોની માલિકીની જમીન રેગ્યુલર કરવામાં ખેડૂતોને જંત્રીના અઢી ગણા રૂપિયા વસૂલ કરવામાં આવે છે.

કલેકટર કચેરીએ કામગીરી થાય તો 1 મહિનામાં હુકમ

કલેકટર કચ્છની કચેરી ખાતે તેમની મર્યાદામાં આવતો માપણી વધારો દા.ત. 10 એકરમાં 4 એકર માપણી વધારો હોય તો 4 એકર માપણી વધારાની ખેતીની જંત્રીના અઢી ગણા કિંમત નકકી કરતા જો 15 લાખ મર્યાદામાં ખેડૂતને ભરવાના થાય તો કલેકટર દ્વારા હુકમ કરી આપવામાં આવે છે અને આ સંપૂર્ણ પ્રક્રિયા વધીને 15 દિવસ અથવા 1 મહિનાની સમયમર્યાદા માં રૂપિયા ભરવા હુકમ કરી આપવામાં આવે છે.

જો ફાઇલ ગાંધીનગર પહોંચે તો 2થી 5 વર્ષ લાગે?

કલેકટરની સતા બહાર એટલે કે ઉપર મુજબની કિંમત અથવા ક્ષેત્રફળથી વધારે કિંમત થતી હોય તો ગાંધીનગર મહેસુલ વિભાગ ખાતે મોકલવામાં આવે છે. પરંતુ ગાંધીનગર મહેસુલ વિભાગ ખાતે એક ફાઈલ કિલયર કરવા 2થી 5 વર્ષ નીકળી જાય છે અને જો જંત્રી વધારો થાય તો ફરી ફાઈલ પરત આવે છે.

હાલીમ પત્રક જોતાં બધું સ્પષ્ટ થઇ જાય

ગાંધીનગર પહોંચતી ફાઇલ મહેસુલ મંત્રી, નાણા વિભાગ સુધી પહોંચે ત્યારે વિટંબણા ઉભી થાય છે. મહેસુલી અધિકારીઓ એવું સમજે છે કે માપણી વધારાવાળી જમીન છે તે ફકત સરકારી જ છે અને ખેડૂતોની માલિકીની નથી. પરંતુ પ્રમોલગેશન પહેલાનું જે હાલીમ પત્રક જોઈએ તો અગાઉનું ક્ષેત્રફળ વાળા ટિપ્પણમાં હાલે જે માપણી વધારો જાહેર થાય છે તેમ વધારો જૂના નંબરોના માપમાં પહેલે થી જ દર્શાવેલ હોય છે. જેથી ખેડૂતને જ પોતાની જમીનને રેગ્યુલર કરવા માટે માલિકીની જમીન ના જંત્રીદરના અઢી ગણા રૂપિયા ભરવા પડે છે. એવું નથી કે માપણી વધારો રેગ્યુલર થાય એટલે વધારાની જમીન ખેડૂતને મળે.

કચ્છના કિસાનોને હાલની સરકાર ઉપર આશા

આપની સરકાર દ્વારા અનેક મહેસુલી સુધારા કર્યા છે, તેમ કચ્છ જિલ્લામાં માપણી વધારો નાબૂદ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે તેવી આશા છે. કચ્છના ખેડૂતોને ખોટી રીતે પડતી મુશ્કેલી અને ખર્ચમાંથી મુકિત મળી શકે તેમ છે તેવી વિનંતી પણ પંકજ મહેતા દ્વારા કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande