પાટણમાં લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ સત્ર યોજાયું
પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : પાટણના માંડોત્રી વિસ્તારમાં આવેલી લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ સત્ર યોજાયું, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફે ભાગ લીધો. FDCA પાટણ ટીમના બી.એચ. ગોસ્વામ
પાટણમાં લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ સત્ર યોજાયું


પાટણમાં લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ સત્ર યોજાયું


પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : પાટણના માંડોત્રી વિસ્તારમાં આવેલી લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સમાં ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ સત્ર યોજાયું, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફે ભાગ લીધો. FDCA પાટણ ટીમના બી.એચ. ગોસ્વામી, પી.આર. ચૌધરી, એલ.એન. ફોફ અને દિવ્યાંગ પંડિતે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

વિદ્યાર્થીઓને “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” વાહન મારફતે પ્રેઝન્ટેશન અને પ્રેક્ટિકલ ડેમો અપાયા. સ્થળ પર જ દૂધ, મીઠાઈ અને પાણીના નમૂનાઓનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. “આજ સે થોડા કમ” ઝુંબેશ અંતર્ગત વિદ્યાર્થીઓને જંક ફૂડ તથા વધુ મીઠું અને ખાંડવાળા ખોરાકથી દૂર રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.

કાર્યક્રમમાં ખાદ્ય પદાર્થોના લેબલ વાંચવાની રીત શીખવાઈ, ફોર્ટિફાઇડ ખોરાકની ઓળખ માટે ઉપયોગમાં લેવાતા લોગો અંગે સમજ અપાઈ અને રોજિંદા જીવનમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું. કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમિતભાઈ પટેલ, પ્રમુખ શ્રીમતી દીનાબેન પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી કિશોરભાઈ રામી અને પ્રાથમિક વિભાગની આચાર્યા શ્રીમતી પ્રિયંકાબેન દેસાઈનો પણ ઉમદા સહયોગ રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande