પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ખારવા સમાજ દ્રારા નવા નારોજ દરિયા દેવનુ પુજન કરવામા આવ્યુ છે. વર્ષો જુની પરંપરા મુજબ આજે પોરબંદર ખારવા સમાજના વાણોટ સહિતના આગેવાનો દ્રારા દરિયામાં સાકર અને પુષ્પ અર્પણ કરી પુજન કર્યુ હતુ સુખ-શાંતિ અને સમૃધ્ધિ માટેની પ્રાર્થના કરી હતી.
આજે નવા નરોજથી વાહણવટાની તૈયારીઓ માલમ દ્રારા કરવામાં આવતી હતી તે પરંપરા મુજબ પુજન કરવામાં આવ્યુ હતુ.પોરબંદર ખારવા સમાજના દ્રારા નછા નારોજની ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત બાર ગામ ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ અને પંચ-પટેલ સહિતના આગેવાન ઢોલ શરણાઈ સાથે ખારવા પંચાયત મઢી ખાતેથી નિકળ્યા હતા.અને અસ્માવતી ઘાટ ખાતે દરિયા કિનારે દરિયા દેવની પુજા અર્ચના કરી હતી. દરિયા દેવને સાકર અને પુષ્પ અર્પણ કરી અને પુજા અર્ચના કરી હતી. ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળના જણાવ્યા અનુસાર અષાઢ માસમાં દરિયામા નવા નીર આવ્યા હોય 365 દિવસ દરિયો ખેડતા એક સમયમાં આજથી વહાણવટાની તૈયારી માલમ દ્રારા કરવામાં આવતી આથી આ પરંપરા મુજબ નવા નારોજની ઉજવણી કરી અને દરિયા દેવને વહાણવટા અને માછીમારોની રક્ષા કરે સાથે સુખ-શાંતિ અને સમૃધ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ દિવસ કોટવાલની વરણી કરવાની પણ પરંપરા હોય છે. તેમ મુજબ નવા કોટવાલની વરણી કરવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya