ધોરાજીમાં માર્ગ પર પડેલા ગાબડાંને પૂરીને રોડ સમથળ કરી દેવામાં આવ્યો
રાજકોટ 17 જુલાઈ (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં હાલમાં ઉદકિયા-ગોળાધર માર્ગની જર્જરિત સ્થિતિ અંગે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી હતી. રાજ્ય માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ ફરિયાદોને ગંભીરતાપૂર્વક લઈ
ધોરાજી માં માર્ગ પર પડેલા ગાબડાંને પૂરીને રોડ સમથળ કરી દેવામાં આવ્યો.


રાજકોટ 17 જુલાઈ (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં હાલમાં ઉદકિયા-ગોળાધર માર્ગની જર્જરિત સ્થિતિ અંગે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી હતી. રાજ્ય માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ ફરિયાદોને ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઉદકિયા-ગોળાધર માર્ગ પર પડેલા ખાડાઓના કારણે માર્ગ પર વાહન ચાલકો અને વાહન માલિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી હતી. ખાસ કરીને વરસાદી માહોલમાં રસ્તા પર પડેલા મોટા ગાબડાંના કારણે અકસ્માત સર્જાવાનો ભય પણ વધતો ગયો હતો.

આ સંજોગોમાં, સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી માર્ગ પર રહેલા મોટા-નાના ખાડાઓમાં મટીરિયલ ભરી સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી. ખાડાઓને પૂરવામાં આવી બાદ માર્ગ સમથળ કરી આપવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોને યાત્રા દરમ્યાન સગવડતા મળી રહી છે.

ગ્રામજનો તથા રાહદારીઓ દ્વારા તંત્રના પગલાંનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમણે માર્ગ મકાન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો કે લોકફાળાના માર્ગની યોગ્ય દુરસ્તી કરી દેતા લોકોનું દૈનિક પરિવહન સહેલું બન્યું છે. સ્થાનિક વિસ્તારોના લોકોએ પણ સરકારને આવકાળે માર્ગોની યોગ્ય મરામત માટે અપીલ કરી છે.

આ કામગીરીથી ઉદકિયા-ગોળાધર રોડ ફરીથી વાહનવ્યહાર લાયક બની ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande