રાજકોટ પોલીસ દ્વારા વૃક્ષરોપણ કરવામાં આવ્યું
રાજકોટ 17 જુલાઈ (હિ.સ.) : ‘વૃક્ષ જતન, આબાદ વતન’ના સૂત્ર સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પર્યાવરણ સુરક્ષાની દિશામાં નોંધપાત્ર પગલું ભરાયું છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, કચેરીઓ તથા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા
રાજકોટ પોલીસ દ્વારા વૃક્ષરોપણ કરવામાં આવ્યું


રાજકોટ 17 જુલાઈ (હિ.સ.) : ‘વૃક્ષ જતન, આબાદ વતન’ના સૂત્ર સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પર્યાવરણ સુરક્ષાની દિશામાં નોંધપાત્ર પગલું ભરાયું છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, કચેરીઓ તથા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની આગેવાની હેઠળ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ મુહિમ અંતર્ગત પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તેમજ સ્થાનિક લોકોએ મળી અનેક પ્રકારના વૃક્ષો રોપ્યા હતા. પ્રાથમિક રીતે છાયાદાર તેમજ ફળદાર વૃક્ષોને વરિયતા આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં છાંયડો નો પુરવઠો મળી રહે. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વૃક્ષોના જતન અને રક્ષણ માટે પણ વિશેષ ધ્યાન આપવા પર ભાર મુકાયો હતો.

જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે જણાવ્યું હતું કે, 'વૃક્ષારોપણ માત્ર રોપવું પૂરતું નથી, તેનો જતન પણ મહત્વપૂર્ણ છે.' તેમણે આમ જનતાને પણ આ અભિયાનમાં જોડાઈ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમની વિસ્તૃત કામગીરીના ભાગરૂપે પોલીસ સ્ટેશનો તથા કચેરીઓની આસપાસ હરિયાળો વિસ્તાર વધારવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. સૌ કોઈની સહભાગિતાથી અને સંકલ્પથી ‘વૃક્ષ જતન, આબાદ વતન’નું આ સ્વપ્ન તાકીદે સાકાર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande