પોરબંદર, 17 જુલાઈ (હિ.સ.) : કુતિયાણા તાલુકના માલણકા ગામે રહેતા ભીમાભાઈ માલદેભાઈ વિંઝુડા નામના વૃધ્ધના પત્નિ પુરીબેન ઘરની આજુબાજુ સફાઈ કરી રહ્યા હતા. તે દરમ્યાન મેણંદ માલદે વિઝુંડા ત્યા આવ્યો હતો અને ગાળો બોલોવા લાગ્યો હતો. આથી ભીમાભાઈ ત્યાં આવતા તેમની સાથ બોલાચાલી કરી ને દરમ્યાન મેણંદે ફોન કરી અને પુત્ર નરેન્દ્રને બોલાવ્યો હતો, તે લાકડી લઈ ધસી આવ્યો હતો, અને ભીમાભાઈને લાકડી વડે મારમારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya