પાટણ, 17 જુલાઈ (હિ.સ.) : શ્રી એસ. પી. ઠાકોર સર્વોદય વિદ્યાલય, કાંસામાં વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી અને આચાર્ય દશરથભાઈ મોદીએ વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. ડૉ. રાજ મહારાજાએ “કૌશલ્યથી કરિયર સુધી” વિષય પર ચર્ચા કરી હતી.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા દર્શાવતા વિવિધ ટેક્નિકલ મોડલ્સ અને પોસ્ટર્સનું પ્રદર્શન કર્યું. તેમજ કારકિર્દી માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક ભાગ લીધો.
શ્રેષ્ઠ મોડલ અને પોસ્ટર્સ બનાવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા. કાર્યક્રમના અંતે આચાર્યશ્રીએ સફળ આયોજન માટે ટીમ તથા હાજર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર