વેરાવળ, 2 જુલાઈ (હિ.સ.) વેરાવળ-
-શૂન્ય બેલેન્સથી પીએમજેડીવાય ખાતું ખોલાવવુ અને કોઈપણ ચાર્જ વિના ૨ લાખ રૂપિયાના અકસ્માત વીમા સહિત મફત ડેબિટ કાર્ડ આપવામાં આવશે.
-માત્ર રૂા.૪૩૬ ના પ્રીમિયમ પર ૨ લાખ રૂપિયાના જીવન વીમા કવર માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં નોંધણી કરવામાં આવશે. (પાત્રતાઃ ૧૮-૫૦ વર્ષ)
-માત્ર રૂા.૨૦ ના પ્રીમિયમ પર ૨ લાખ રૂપિયાના જીવન વીમા કવર માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં નોંધણી કરવામાં આવશે. (પાત્રતાઃ ૧૮-૭૦ વર્ષ)
-રૂા.૧૦૦૦ થી રૂા.૫૦૦૦ પ્રતિ માસ સુધીના ગેરેન્ટેડ પેન્શન માટે અટલ પેન્શન યોજનામાં જોડવામાં આવશે. (પાત્રતાઃ ૧૮-૪૦ વર્ષ)
-૧૦ કે તેથી વધુ વર્ષ પહેલાં ખોલવામાં આવેલા બચત ખાતા અને પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા તથા નિષ્ક્રિય ખાતામાં ફરીથી કેવાયસી કરવામાં આવશે.
-ડિજિટલ છેતરપિંડીથી બચાવવા તથા RBI માં ટ્રાન્સફર થયેલ દાવા વગરની થાપણોનો દાવો કેવી રીતે કરવો તે અંગેની માહિતી આપવામાં આવશે.
જિલ્લાના નાગરિકો જે-તે ગામમાં કે વિસ્તારમાં યોજનાર શિબિર અંગેની માહિતી, પોતાના ગામની નજીકની બેંક શાખા /બેંકમિત્ર પાસેથી મેળવી શકશે.
આ માટેની વધુ માહિતી માટે જિલ્લા લીડ બેક મેનેજરની કચેરી (બીજોમાળ, એસ.બી.આઇ. બેક, ૮૦ ફુટ રોડ,વેરાવળ) તથા કલેકટર કચેરી,ગીર સોમનાથનો સંપર્ક કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ