ગાંધીધામના ચકચારી અપહરણકાંડમાં સસ્પેન્ડેડ ASI સહિત વધુ બે પકડાયા
ભુજ - કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) ગાંધીધામ ખાતે આંગડીયા પેઢીના માલીકને હથિયાર બતાવી બળજબરીથી અપહરણ કરવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ ગાંધીધામ પોલીસ દ્વારા કરાઈ છે. હથિયાર બતાવીને ફિલ્મી ઢબે કરસ્તાન તા.16/07/2025 ના ગાંધીધામ ખાતે પ્લોટ નંકે 231 વોર્ડ
અપહરણકાંડમાં પકડાયેલા આરોપી


ભુજ - કચ્છ, 21 જુલાઈ (હિ.સ.) ગાંધીધામ ખાતે આંગડીયા પેઢીના માલીકને હથિયાર બતાવી બળજબરીથી અપહરણ કરવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ ગાંધીધામ પોલીસ દ્વારા કરાઈ છે.

હથિયાર બતાવીને ફિલ્મી ઢબે કરસ્તાન

તા.16/07/2025 ના ગાંધીધામ ખાતે પ્લોટ નંકે 231 વોર્ડ નં-વ૨/બી ખાતે આવેલી સમકીત નિધી આંગડીયા પેઢીના માલીક કેતનભાઈ કાકરેચાનું કોઈ અજાણ્યા ચાર ઇસમોએ હથિયાર બતાવી ફિલ્મી ઢબે ફોર વ્હિલ વાહનમાં બળજબરીથી બેસાડી પૈસા પડાવવાના ઇરાદાથી અપહરણ કરી નાસી ગયા હતા. જે અંગે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન ભાગ-એ કલમ-115(2), 140(2), 61(1)(એ), વિગેરે તથા આર્મ્સ એક્ટ કલમ-25(1)(બી) તથા જી.પી.એડટની કલમ-135 મુજબ કાર્યવાહી શરુ કરી હતી.

પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી, બે આરોપી ઝબ્બે

નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરીનાએ બે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. પકડાયેલા આરોપીઓમાં કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા ઉ.વ.51 ૨હે.મ.નં-ઈ/55 સપનાનગર ગાંધીધામ અને મયુરભાઈ શંભુભાઈ હેઠવાડીયા (આહીર) ઉ.વ.34 રહે.મ.નં-129/સી કામધેનું સોસાયટી-03 અંજારનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande