પાટણ જિલ્લાના પ્રભારી સચિવ મમતા વર્માએ આજે હારીજ મામલતદાર કચેરી અને શંખેશ્વર-પંચાસર બ્રિજનું નિરીક્ષણ કર્યું
પાટણ, 21 જુલાઈ (હિ.સ.)આ નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો હેઠળ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તા અને પુલોના તાત્કાલિક સમારકામ માટે તંત્રને સૂચના આપી છે. પ્રભારી સચિવે હારીજ ખાતે જિલ્લા વહીવટી તંત્ર સ
પાટણ જિલ્લાના પ્રભારી સચિવ મમતા વર્માએ આજે હારીજ મામલતદાર કચેરી અને શંખેશ્વર-પંચાસર બ્રિજનું નિરીક્ષણ કર્યું


પાટણ, 21 જુલાઈ (હિ.સ.)આ નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો હેઠળ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તા અને પુલોના તાત્કાલિક સમારકામ માટે તંત્રને સૂચના આપી છે.

પ્રભારી સચિવે હારીજ ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે શંખેશ્વર-પંચાસર બ્રિજ પરના વાહન વ્યવહાર અને લોકોની અવરજવરનુ અવલોકન કર્યું હતું. સાથે જ તેમણે અધિકારીઓને જર્જરિત બ્રિજ સંબંધિત દુર્ઘટનાઓ ટાળવા માટે તકેદારીના પગલાં લેવાની સૂચના આપી હતી.

આ નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, પ્રાંત અધિકારી સમી અને મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande