ભારતીય જનતા યુવા મોરચાની આગામી કાર્યક્રમના આયોજન હેતુ બેઠક મળી
ભાવનગર, 21 જુલાઈ (હિ.સ.) ભાવનગર મહાનગર ખાતે ભારતીય જનતા યુવા મોરચાની આગામી કાર્યક્રમોની આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી હરેન્દ્રસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હ
ભારતીય જનતા યુવા મોરચાની આગામી કાર્યક્રમના આયોજન હેતુ બેઠક મળી.


ભાવનગર, 21 જુલાઈ (હિ.સ.) ભાવનગર મહાનગર ખાતે ભારતીય જનતા યુવા મોરચાની આગામી કાર્યક્રમોની આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી હરેન્દ્રસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં મહાનગર ખાતે યોજાનાર વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમોની યોજના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ભાવનગર મહાનગર ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ડાભી, મહામંત્રી શ્રી કિશનભાઇ મહેતા, તેમજ વિવિધ મંડળના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ યુવા મોરચાની સંગઠનાત્મક મજબૂતી સાથે સેવાકાર્ય અને જનજાગૃતિ અભિયાન વધુ અસરકારક રીતે ગતિમાન કરવા ઉપર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમો અંતર્ગત યુવા વર્ગને વધુમાં વધુ સંકળાવવા, રમતગમત, રક્તદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, પ્રવાસીઓ માટે સેવાકિય પ્રવૃત્તિઓ, તેમજ નવચેતન અભિયાન જેવા અનેક કાર્યક્રમો હાથ ધરવા બાબતે ચર્ચા થઈ હતી. યોજાનાર કાર્યક્રમો યશસ્વી અને સફળ બને તે માટે દરેક કાર્યકર્તાને જવાબદારી સાથે કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

અંતે ઉપસ્થિત તમામ આગેવાનોએ યુવા મોરચાના વ્યાપક કાર્યક્રમોને સફળ બનાવવા માટે એકજ થવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande