હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ સમારોહની તૈયારી અને નવી નિમણૂકો
પાટણ, 21 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવનારા 25 જુલાઈ, 2025ના રોજ યોજાનાર ગોલ્ડ મેડલ વિતરણ સમારોહના આયોજન માટે કુલપતિની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ સમારોહની તૈયારી અને નવી નિમણૂકો


હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ સમારોહની તૈયારી અને નવી નિમણૂકો


પાટણ, 21 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવનારા 25 જુલાઈ, 2025ના રોજ યોજાનાર ગોલ્ડ મેડલ વિતરણ સમારોહના આયોજન માટે કુલપતિની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન કુલપતિએ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં બે નવા સભ્યોની નિમણૂકની જાહેરાત કરી હતી. થરા કોલેજના પ્રિન્સિપાલ તથા આર્ટસ ફેકલ્ટીના ડીન ડી.એસ. ચારણને પ્રથમ અને હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા તેમજ કારોબારી સમિતિના સભ્ય ડો. કે.કે. પટેલને બીજા સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નિમણૂક પછી કુલપતિ, રજીસ્ટ્રાર અને કારોબારી સમિતિના સભ્યોએ બંને નવનિયુક્ત સભ્યોનું ઔપચારિક રીતે સન્માન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande