પાટણના દ્વારકાધીશ મંદિરમાં સુકા મેવાનો હિંડોળા શણગાર અર્પણ કરાયો.
પાટણ, 21 જુલાઈ (હિ.સ.) પાટણના ઐતિહાસિક દ્વારકાધીશ મંદિરમાં સુકા મેવાનો વિશેષ મનોરથ યોજાયો હતો. મંદિરના પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે ઠાકોરજીને સુકા મેવાનો હિંડોળાનો શણગાર અર્પણ કર્યો હતો. ઠાકોરજીને કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને દ્રાક્ષ જેવા સુકા મેવા
પાટણના દ્વારકાધીશ મંદિરમાં સુકા મેવાનો હિંડોળા શણગાર અર્પણ કરાયો.


પાટણ, 21 જુલાઈ (હિ.સ.) પાટણના ઐતિહાસિક દ્વારકાધીશ મંદિરમાં સુકા મેવાનો વિશેષ મનોરથ યોજાયો હતો. મંદિરના પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે ઠાકોરજીને સુકા મેવાનો હિંડોળાનો શણગાર અર્પણ કર્યો હતો. ઠાકોરજીને કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને દ્રાક્ષ જેવા સુકા મેવાથી શોભાયમાન હિંડોળામાં બિરાજમાન કરાયા હતા.

આ અનોખા શણગારના દર્શન માટે વૈષ્ણવ સમાજ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ જયઘોષના નાદ સાથે મંદિર પરિસરમાં ભક્તિભાવ છલકાવ્યો હતો. શણગારના દર્શનથી ભક્તોમાં આનંદ અને ભાવના ઉભરી હતી.

મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મનોરથ શાંતિપૂર્વક અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન કરીને ઠાકોરજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર પ્રસંગે ભક્તિ, આનંદ અને શ્રદ્ધાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande