પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના પીપળીયા ગામે શ્રમિક મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ છે. મુળ ગીર-સોમનાથ જીલ્લાના રસુલપરા ગામની હાલ પોરબંદરના પીપળીયા ગામે મજુરી કામ કરતા હંસાબેન કાંતીભાઈ બારૈયા (ઉ.વ-25)નામની મહિલાએ અગમ્ય કારણોસર ગાળફાંસો ખાઈ લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી આ બનાવ અંગે રાણાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya