પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના બગવદર ગામે પણ વરલી મટકાનુ દુષણ વધ્યુ હોય તેમ પોલીસે એક શખ્સને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લીધો હતો બગવદર ગામે બગવદરના દેવપુજક વાસમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સરમણ મકનભાઈ વાઘેલા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેમની પાસેથી રૂ. 1120ની રકમ કબ્જે કરી તેમની સામે ફરીયાદ નોંધવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya