અડવાણા ગામે કચરાના ઢગલા માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદર તાલુકાના અડવાણા ગામે એક શખ્સે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઉકરડામાં છુપાવેલો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. અડવાણા ગામે રહેતો દેસુર કારાભાઈ કોડીયાતર નામનો શખ્સો રબારી કેડા વિસ્તા
અડવાણા ગામે કચરાના ઢગલા માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.


પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદર તાલુકાના અડવાણા ગામે એક શખ્સે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઉકરડામાં છુપાવેલો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

અડવાણા ગામે રહેતો દેસુર કારાભાઈ કોડીયાતર નામનો શખ્સો રબારી કેડા વિસ્તારમાં દારૂનુ વહેંચાણ કરતો હોવાની બાતમીના આધારે બગવદરના પીએસઆઈએ એસ બારા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.અને તપાસ કરતા આ શખ્સે બાવળની કાટ નજીકના ઉકરડામા છુપાવેલી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની વિદેશની દારૂની બોટલ નંગ 70 કિંમત રૂ.77000નો મુદામાલ મળી આવતા પોલીસે દેસુર કોડીયાતરની અટકાયત કરી હતી અને તેમની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો અડવાણા ગામે રહેતા રાયમલ લખા મોરીએ વહેંચવા માટે આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેમની સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande