પાટણ, 21 જુલાઈ (હિ.સ.)ઓડિશામાં NSUIના નેતા દ્વારા 19 વર્ષની યુવતી પર કથિત દુષ્કર્મના મામલે રાધનપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આજે રોડ પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું અને દોષિત સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠાવી.
ABVP રાધનપુરના કાર્યકરોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી સંગઠનના નેતા દ્વારા આવી હરકત અતિશય નિંદનીય છે. પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે અને સંગઠન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
પોલીસ દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. ABVP દ્વારા નિષ્પક્ષ તપાસ અને દાખલારૂપ સજા કરવાની માંગ કરવામાં આવી છે જેથી આવનારા સમયમાં આવા ગુના ન બનવા પામે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર