અમરેલી સેક્રેટરી અને ટેઝરરના શપથ ગ્રહણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું
અમરેલી, 21 જુલાઈ (હિ.સ.) : અમરેલી ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) ના વર્ષ ૨૦૨૫-૨૬ માટેના પ્રમુખ, સેક્રેટરી અને ટેઝરરના શપથગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લાયન્સ ક્લબના નવા હોદ્દેદારો તરીકે શ્રી ઋજુલભાઈ ગોંડલિયા (પ્રમુખ)
અમરેલી સેક્રેટરી અને ટેઝરરના શપથ ગ્રહણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.


અમરેલી, 21 જુલાઈ (હિ.સ.) : અમરેલી ખાતે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) ના વર્ષ ૨૦૨૫-૨૬ માટેના પ્રમુખ, સેક્રેટરી અને ટેઝરરના શપથગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લાયન્સ ક્લબના નવા હોદ્દેદારો તરીકે શ્રી ઋજુલભાઈ ગોંડલિયા (પ્રમુખ), સેક્રેટરી અને ટેઝરરે હોદ્દા સંભાળ્યા હતા. આ અવસરે વિશિષ્ટ મહેમાનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.

એન.સી.યુ.આઇ. તથા ઇફ્કો ના અધ્યક્ષ તેમજ લાયન્સ ક્લબના મુખ્ય પાયાઓમાંના એક એવા શ્રી દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહી નવા હોદ્દેદારને શુભકામનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી નલીનભાઈ કોટડિયા, અમરડેરીના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, તેમજ અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ શ્રી જયંતીભાઈ પાનસુરીયાએ પણ ઉપસ્થિત રહી લાયન્સ ક્લબના નવા કાર્યપાલકોને શુભકામનાઓ પાઠવી હતી.

સારહી યુથ ક્લબના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ સંઘાણી તથા લાયન્સ મીનાબેન શેઠ સહિત લાયન્સ ક્લબ ઓફ અમરેલી પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબ દ્વારા નવા વર્ષ માટેની વિવિધ સામાજિક સેવાકાર્ય યોજનાઓની પણ રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનો સમગ્ર પ્રવાહ સ્નેહભર્યો અને ઉત્સાહપૂર્ણ રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande