ધારી વિધાનસભાનાં શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે પરિચય બેઠક યોજાઈ
અમરેલી 21 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના ચલાલા ખાતે ધારી વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે એક વિશેષ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા તેમજ વિધાનસભા સ્તરના સંગઠનના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સં
ધારી વિધાનસભાનાં શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે પરિચય બેઠક યોજાઈ


અમરેલી 21 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના ચલાલા ખાતે ધારી વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજકો સાથે એક વિશેષ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા તેમજ વિધાનસભા સ્તરના સંગઠનના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન કાર્યને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ બેઠકમાં આગામી સમયમાં યોજાનારી વિવિધ આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાજપના અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગઠનના માળખા વિશે ચર્ચા કરી અને કાર્યકર્તાઓને તાલમેલથી કાર્ય કરવા પ્રેરણા આપી. ધારી-બગસરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા પણ ઉપસ્થિત રહી સંગઠનના વિકાસ માટે મહત્વના માર્ગદર્શન આપ્યા હતા. તેમણે વિધાનસભા વિસ્તારમાં આયોજિત યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી હતી તથા કાર્યકર્તાઓને નીતિ-સિદ્ધાંતોને કેન્દ્રસ્થાને રાખી કામગીરી કરવાના આહવાન સાથે સંવાદ કર્યો હતો.

આ બેઠકમાં વિવિધ શક્તિ કેન્દ્રો સાથે સંકળાયેલા સંગઠનના સંયોજકો સાથે રૂબરૂ વાતચીત કરીને ગ્રાઉન્ડ લેવલે કાર્યકર્તાઓના પ્રશ્નો તથા સૂચનો સાંભળવામાં આવ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમને સફળતાપૂર્વક સંચાલિત કરવામાં જિલ્લા તથા તાલુકા સ્તરના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande