પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું.
પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું હતું. જેમાં પોરબંદર શહેરી વિસ્તારના લોકો અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો એ સમસ્યાઓની રજૂઆત કરતા ધારાસભ્ય એ પ્રશ્નો ઉકેલવા કરી
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું.

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું.

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું.

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું.

પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું હતું. જેમાં પોરબંદર શહેરી વિસ્તારના લોકો અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો એ સમસ્યાઓની રજૂઆત કરતા ધારાસભ્ય એ પ્રશ્નો ઉકેલવા કરી કાર્યવાહી હતી અને સબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.નાગરિકો એ મુખ્યત્વે વીજળી ને લગતી સમસ્યા, સફાઈ, પાણી ભરાવાની સમસ્યા, સ્ટ્રીટ લાઇટ ને લગતી સમસ્યા, ભૂગર્ભ ગટર, પીવાના પાણી ને લગતી સમસ્યાઓ, ખેડૂતો ના પ્રશ્નો સહીત 36 પ્રશ્નો રજુ થયા હતા. આ તમામ સમસ્યાઓ ના ઉકેલ માટે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા દ્વારા લગતા વળગતા અધિકારીઓ ને સૂચના આપી ને ત્વરિત નિકાલ કરવા જણાવ્યું છે. આ ઓપન સેશન માં ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોક મોઢા ઉપસ્થિત રહ્યા હતા લોકો ની રજૂઆતોના સંતોષકારક ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, પોરબંદર ના લોકલાડીલા ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા લોકોની સુખાકારી માટે સતત ચિંતિત રહે છે, અને તેથી જ તેઓ એ ટૂંકા સમયમાં સતત બીજી વખત ઓપન સેસન્સ નું આયોજન કર્યું હતું, અને નાગરિકોના પ્રશ્નો સાંભળી ને નિકાલની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande