પોરબંદર, 21 જુલાઈ (હિ.સ.)પોરબંદરના મહિલા અગ્રણિ હિરલબા જાડેજાની મુશ્કેલીમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે તેમની સામે મનીલોડરીંગની વધુ એક ફરીયાદ નોધાઈ છે. મરછીના વેપારીએ 75 લાખની રકમ લીધી હતી આ રકમ પેટે રૂ. 4 કરોડની રકમ વસુલી લીધી હતી.આ બનાવમાં સાધના સ્ટુડીયો પાસે રહેતા અને મરછનો વેપાર કરતા હરિશભાઈ રામજીભાઈ પોસ્તરીયાએ એવી ફરીયાદ નોંધાવી છે કે તેમના મૃતક ભાઈ દિનેશભાઈએ વર્ષ-2012માં એક કરોડ છાસઠ લાખની કિંમતના ત્રણ મકાનો ગીરવે મુકી ભુરા મુજા જાડેજા પાસેથી રૂ.75 લાખની રકમ ત્રણ ટકા વ્યાજે લીધી હતી અને 2016 સુધી વ્યાજ ચુકવ્યુ હતુ ત્યાર બાદ વર્ષ-2017થી 2022 સુધી હિરલબા જાડેજાએ તેમના માણસો મારફત વ્યજની વસુલી કરી હતી અને વ્યાજની વસુલી સમયે ભુંડી ગાળો આપી અને ધાકધમકી આપતા હતા અને વ્યાજ મોડુ થાય તો દશ ટકા પેનલ્ટી પણ વસુલવામાં આવતી હતી ફરીયાદની ભાણેજ હિરલબાના બંગલે વ્યાજ આપવા ગયા તે સમયે તેમની ગેરકાયદે અટકાયત કરી અને તેમનુ મોટરસાયકલ બળજબરી પૂર્વક ગેરેજમા રાખી દીધુ હતુ હિરલબા જાડેજાએ ચક્રવૃધ્ધિ વ્યાજ પેટે રૂપીયા એક કરોડ તોતેર લાખ એસી હજાર તથા મુદલ પેટે ફરીયાદી પાસેથી બોખીરા ખાતે આવેલ દુકાન બાવન લાખમાં તથા બોખીરા વ્રજવાટીકામાં સોસાયટીમાં આવેલ બે મકાન જેમીન કિંમત અઠીયાવીસ લાખ મળી કુલ એસી લાખ અને રોકડ રૂપીયા સાડા ચાર લાખ મળી કુલ 84 લાખ 50 હજાર જેવી રકમ હિરલબા જાડેજાએ રૂપીયા અને મિલ્કત મળી કુલ રૂ.બે કરોડ અઠાવન લાખ ત્રીસ હજાર જેવી રકમ તથા મિલ્કત વ્યાજ તથા મુદલ પેટે કઢાવી કુલ 4 કરોડ જેવી રકમ પડાવી પરિવારને પાયમાલ કરી દીધો હતો આ રકમ ચુકવી દીધા બાદ પણ રૂ દશ લાખ નેવુ હજારની ઉધરાણી કરી ફરીયાદી હરિશભાઈના મકાનની સાટાખતની દસ્તાવેજવાળી ફાઈલ પોતાની પાસે પરત કરી અની આ બનાવમાં કમલાબાગ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya