મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે ડૉ. આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય
મહેસાણા ,21 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે ડૉ. આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય મહેસાણા જિલ્લાના અનુસૂચિત જાતિના નાગરિકોને રહેઠાણની યોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા ડૉ. આંબેડકર આવાસ યોજના અમલમાં મુ
મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે ડૉ. આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય


મહેસાણા ,21 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે ડૉ. આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય

મહેસાણા જિલ્લાના અનુસૂચિત જાતિના નાગરિકોને રહેઠાણની યોગ્ય સુવિધા મળી રહે તે હેતુથી રાજ્ય સરકારશ્રી દ્વારા ડૉ. આંબેડકર આવાસ યોજના અમલમાં મુકાઈ છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત ખુલ્લા પ્લોટ ધરાવતા તેમજ તદ્દન કાચા ઘરો જેમ કે ઘાસમાટી, ઘાસપુળાંથી બનેલા કુબા પ્રકારના મકાન ધરાવતા લોકોને ₹૧,૭૦,૦૦૦/-ની સહાય બાંધકામ માટે આપવામાં આવશે. આ સહાય ચાર હપ્તામાં આપવામાં આવશે.

લાભાર્થીએ અનિવાર્ય રીતે https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારે પોર્ટલ પર આપેલી માર્ગદર્શિકાઓ અનુસાર તમામ જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે.

યોજનાનો હેતુ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તથા રહેઠાણ વિહોણા અનુસૂચિત જાતિના નાગરિકોને પોતાનું ઘર બનાવવા માટે નાણાકીય સહારું પૂરુ પાડવાનો છે. જિલ્લા નિવાસી યોગ્ય લાભાર્થીઓને સમયસર અરજી કરવા જિલ્લા તંત્ર તરફથી અનુરોધ કરવામાં

આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande