મહેસાણા, 21 જુલાઈ (હિ.સ.) : નેશનલ મિશન ઓન ઇડીબલ ઓઇલ સિડ યોજના અંતર્ગત ખેરાલુ ક્લસ્ટરમાં ખેડૂતોને પ્રમાણિત બીજનું વિતરણ કરાયું
ભારત સરકારની તેલીબીયા ઉત્પાદન વધારવાની યોજના એનએમઇઓ અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા ખેરાલુ તાલુકામાં મગફળીનું 500 હેક્ટરનું ક્લસ્ટર ફાળવવામાં આવ્યું હતું, જેમાં વેલ્યુ ચેન પાર્ટનર તરીકે ગઢવાડા સહકારી મંડળી કામ કરી રહી છે. આ યોજના અંતર્ગત પ્રમાણિત બીજ વિતરણ સાથે નિદર્શનો ગોઠવવામાં આવ્યા હતા.
NMEO - oilseeds નેશનલ મિશન ઓન ઇડીબલ ઓઇલ સિડ યોજના અંતર્ગત ખેરાલુ ક્લસ્ટરમાં ખેડૂતોને પ્રમાણિત બીજ વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ ખેરાલુ વિસ્તારમાં મગફળીનું વાવેતર વધશે તેમજ ઉત્પાદન વધારવામાં આ યોજના ખૂબ ઉપયોગી સાબિત થશે.
આગામી સમયમાં ખેડૂતોની જમીનની ચકાસણી કરવામાં આવશે તેમજ ફાર્મર ફિડ સ્કૂલનું આયોજન કરી ખેડૂતોને જરૂરી માહિતી સાથે પદ્ધતિસરની તાલીમ આપવામાં
આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR